બેડમિન્ટન એસોસિયેશન ઓફ ઈન્ડિયા હૈદરાબાદમાં 1 જુલાઈથી ટ્રેનિંગ શરૂ કરશે

Update: 2020-06-26 12:54 GMT

ભારતીય બેડમિન્ટન ખેલાડી 1 જુલાઈથી હૈદરાબાદમાં ટ્રેનિંગ શરૂ કરવા જઈ રહ્યાં છે. કોરોનાને કારણે 3 મહિનાથી ખેલાડી કોર્ટથી દૂર છે. ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કરનાર ખેલાડીઓને સૌપ્રથમ ટ્રેનિંગ માટે બોલાવાયા છે.

બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (‌BAI)ના જનરલ સેક્રેટરી અજય સિંઘાનિયાએ કહ્યું કે,‘ટોક્યો ગેમ્સ 2021 માટે પીવી સિંધુ, સાઈ પ્રણીતે સિંગલ્સમાં, જ્યારે ચિંરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેંકીરેડ્ડીની જોડીએ મેન્સ ડબલ્સમાં ક્વોલિફાઈ કર્યું છે. આ ખેલાડી સૌપ્રથમ ટ્રેનિંગ કરવા માટે આવશે, જેથી તેઓ ફોર્મ મેળવી શકે.

અત્યારસુધી આ ખેલાડીઓ ઘરે રહીને તૈયારી કરી રહ્યાં હતા. વધુ 3-4 ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કરશે. કોરોનાને કારણે રમતને ગંભીર અસર થઈ છે. તમામ ટૂર્નામેન્ટને સપ્ટેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી છે. બેંગલુરુમાં રાજ્ય સરકારની મંજૂરી બાદ ઘણા ખેલાડીઓએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. સપ્ટેમ્બરમાં અમે કોરોનાની સ્થિતિને રિવ્યૂ કરીશું. જે પછી ટૂર્નામેન્ટના આયોજન અંગે કોઈ નિર્ણય લેવાશે.’

અમારી પ્રાથમિકતા ઈન્ટરનેશનલ આયોજનની છે. જેમાં ઓલિમ્પિક ક્વોલિફાયર ટૂર્નામેન્ટ પણ સામેલ છે. વર્લ્ડ ફેડરેશન માર્ચમાં યોજાનાર ઈન્ડિયા ઓપન હવે ડિસેમ્બરમાં યોજશે

Similar News