IPL પહેલા ધોનીનો બૌદ્ધ ભિક્ષુક જેવો લૂક થયો સોશ્યલ મીડિયામાં વાયરલ

Update: 2021-03-14 05:34 GMT

ખાનગી સ્પોર્ટ્સ ચેનલે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીનો એક ફોટો અને વિડીયો શેર કર્યો છે. જેમાં ધોની બૌદ્ધ ભિક્ષુક જેવા કપડામાં ધોનીનો આ લૂક વાયરલ થઈ રહ્યો છે.ધોનીની આ તસવીર ક્યાં સ્થળની છે તે સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી, પરંતુ એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ તસવીર આઈપીએલ 2021સંબંધિત જાહેરાતના શૂટિંગનો ભાગ હોઈ શકે છે. ફોટોની નીચે માર્શલ આર્ટ્સ ટ્રેનિંગ કેમ્પ પણ લખેલું છે. બે દિવસ પહેલા 39 વર્ષીય ધોની ચેન્નાઈ સુપર કિંગ્સના ટ્રેનિંગ સેશન દરમિયાન તેના ફૂલ હેર સાથેના લૂકમાં જ જોવા મળ્યો હતો. પણ અચાનક તેનો અવતાર બહાર આવ્યો. જોકે, ધોનીના આ લુકને લઈને ચાહકો એકદમ ખુશ છે.

https://twitter.com/StarSportsIndia/status/1370962880158306304?s=20

આ દરમિયાન ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે પણ આ વર્ષની આઈપીએલની તૈયારી શરૂ કરી દીધી છે. આ વર્ષે ટીમને ચેમ્પિયન બનાવવા માટે ખુદ ધોની જાળી પર ઘણી પ્રેક્ટિસ કરી રહ્યો છે.

Tags:    

Similar News