ભરૂચ : ઉત્તરાયણમાં અકસ્માત કે અન્ય બનાવ બને તો તાત્કાલિક જાણ કરવા 108ની ટીમે કરી અપીલ

Update: 2021-01-13 09:36 GMT

આવતીકાલે ગુરૂવારના રોજ આકાશી યુધ્ધના પર્વ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવશે. ઉત્તરાયણના દિવસે ધાબા પરથી પડી જવાના કે પતંગ લુંટતી વેળા અકસ્માતનો ભોગ બનેલાં લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 108 એમ્બયુલન્સની ટીમ ખડેપગે રહેશે.

કોરોના વાયરસના કહેર વચ્ચે આવતીકાલે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવશે. કોરોનાની વેકસીન શોધાય ગયાં બાદ હવે લોકોમાં ઉત્તરાયણ પર્વની ઉજવણીનો અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે. સરકારે ધાબા પર પરિવાર સિવાય અન્ય લોકોના ભેગા થવા પર તેમજ ડીજે સીસ્ટમ નહિ વગાડવાની ગાઇડલાઇન જાહેર કરી છે પણ ઉત્તરાયણ હોય અને ડીજેની ધુમ ન હોય તે અશકય છે. લોકો ઉત્તરાયણ પર્વની ભવ્ય ઉજવણીની તડામાર તૈયારીઓમાં લાગી ગયાં છે તો બીજી તરફ 108 એમ્બયુલન્સની ટીમે પણ લોકોના જીવ બચાવવા માટે ખડેપગે રહેવાનો નિર્ણય લીધો છે.

પતંગ ચગાવતી વેળા કોઇ ધાબા પરથી પડી જાય કે પતંગ લુંટતી વેળા બાળકો વાહનો સાથે ટકરાવાના બનાવોમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 108 એમ્બયુલન્સની ટીમ વિવિધ પોઇન્ટ પર ખડેપગે રહેશે. 108ની ટીમના સભ્યોએ લોકોને પતંગ ચગાવતી વેળા તકેદારીના પગલાં ભરવા અપીલ કરી છે. ભરૂચ શહેર તથા જિલ્લામાં14 અને 15મી તારીખના રોજ 16 એમ્બયુલન્સ તૈનાત કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રત્યેક એમ્બયુલન્સમાં સરેરાશ 5 ઇમજન્સી કેસ આવતાં હોય છે અને દર વર્ષે આ સંખ્યામાં વધારો થતો હોય છે.

Tags:    

Similar News