ભરૂચ: જંબુસર સાત ઓરડી પાસે બિસ્માર બનેલા માર્ગનું સમારકામ હાથ ધરાયું

Update: 2021-04-03 03:20 GMT

જંબુસર થી વડોદરા જતાં અંર્ગ પર સાત ઓરડી રેલ્વે ફાટક પાસે ઘણા સમયથી છેલ્લા ઘણા સમયથી રસ્તો બિસ્માર હાલતમાં હતો. રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા હોવા છ્તા રેલ્વે તંત્ર ઉદાસીનતા દાખવતું હતું ત્યારે નગરપાલિકા દ્વારા રસ્તાનું સમારકામ હાથ ધરાતા વાહંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


જંબુસર સાત ઓરડી રેલવે ફાટક પાસે ઘણા સમયથી મસમોટા ખાડા પડી ગયા હતા જેને લઇ વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી હતી. તેમજ ઘણી વાર ટુવ્હીલર ચાલકો અકસ્માતોનો ભોગ બનાવતાં હતાં. રેલ્વે તંત્રને આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાંય તેઓ આંખ આડા કાન કરતાં હતા. તાલુકાની જનતાને વડોદરા તરફ જવાનો આ એક માર્ગ છે તથા આ રોડ પરથી તારાપુર બોમ્બે જતો ટ્રાફિક પણ ઘણી મોટી સંખ્યામા પસાર થતો હોય છે. જેથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ બાબતે તાલુકાના અગ્રણી નીતિનભાઈ પટેલ ઉર્ફે ભોલાભાઈએ જંબુસર નગર પાલિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ઉપપ્રમુખ હોદ્દેદારોને રજૂઆતો કરતા જનતાની સમસ્યાઓ ધ્યાને લઈ જેસીબી દ્વારા આ મસમોટા પડી ગયેલા ખાડાઓ સમતળ કરી સમારકામની કાર્યવાહી હાથ ધરી હતી. રસ્તાનું સમારકામ શરૂ થતાં વાહનચાલકોમાં ખુશીની લહેર જોવા મળતી હતી. રેલવે તંત્ર દ્વારા ચોમાસા પહેલા આ રોડ પર પડી ગયેલા ખાડા અંગે નક્કર આયોજન કરવામાં આવે તેવી નગરપાલિકા ઉપપ્રમુખ ધર્મેશ પટેલ દ્વારા વિનંતી કરવામાં આવી હતી.

Similar News