જુનાગઢ: 85 વર્ષથી ઉપરના વયોવૃદ્ધ 222 મતદાતાઓએ ઘરેથીજ મતદાન કર્યું..!

લોકશાહીની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે હાલ તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરાઇ રહ્યા છે

Update: 2024-04-28 12:05 GMT

85 વર્ષથી વધુ ઉમરના લોકોએ ઘરેથી જ કર્યું મતદાન

222 વયોવૃદ્ધ મતદાતાઓએ ઘરેથીજ કર્યું મતદાન

શારીરિક અશક્ત મતદાતાઓ માટે કરાઇ ખાસ વ્યવસ્થા

વધુમાં વધુ મતદાન થાય તે માટે વહીવટી તંત્રનો નમ્ર પ્રયાસ

વહીવટી તંત્ર દ્વારા 21 ટીમ દ્વારા બનાવી કરાવાયું મતદાન

જૂનાગઢમાં 85 વર્ષથી વધુ ઉંમરના મતદાતાઓ અને શારીરિક અશક્ત મતદાતાઓ માટે વહીવટી વિભાગ દ્વારા ઘરે ઘરે જઈને મતદાન કરાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.. લોકશાહીની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે હાલ તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરાઇ રહ્યા છે.. જે અંતર્ગત જૂનાગઢમાં 85 વર્ષથી વધુ ઉમરના મતદાતાઓ માટે ખાસ વ્યવસ્થા કરાઇ હતી..222 મતદાતાઓના ઘરે ઘરે જઈ મતદાન કરાવવામાં આવ્યું જે 85 વર્ષથી વધુ ઉમરના હોય અને શારીરિક રીતે અશક્ત હોય તેવા લોકો માટે વહીવટી વિભાગ દ્વારા કુલ 21 ટીમ તૈયાર કરાઈ હતી.

એક ટીમમાં 5 સદસ્યોંનો સમાવેશ કરાયો હતો આજ સવારથી આ પ્રકારના મતદાનની પ્રક્રિયા શરુ કરાઈ હતી તો બીજી તરફ આ પ્રકારના મતદાન વ્યવસ્થાની વયોવૃદ્ધ મતદાતાઓના પરિજનો દ્વારા પણ સરાહના કરાઈ હતી.. પરિજનો એ જણાવ્યું હતું કે લોકશાહીના પર્વમાં સિનિયર સિટીજનને સહભાગી બનાવવા આ એક ઉત્તમ પ્રયાસ કહી શકાય મહત્વનું છે કે હાલ દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામેલ છે ત્યારે આ વખતની ચૂંટણીમાં શક્ય તેટલું વધુ મતદાન થાય તે માટે અનેક પ્રયાસો વહીવટી વિભાગ દ્વારા કરાઈ રહ્યા છે..

Tags:    

Similar News