ભરૂચ: 6 હજારથી વધુ વિદ્યાર્થીઓએ શિષ્યવૃતિની પરીક્ષા આપી, શિક્ષણ વિભાગ દ્વારા કરાયુ સુચારુ આયોજન

ધોરણ- 6 અને 9 ના 6 હજાર વિદ્યાર્થીઓ શિષ્યવૃતિની પરીક્ષા આપી હતી.જે માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.

Update: 2024-04-28 08:04 GMT

ભરૂચ જિલ્લામાં ધોરણ- 6 અને 9 ના 6 હજાર વિદ્યાર્થીઓ શિષ્યવૃતિની પરીક્ષા આપી હતી.જે માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્ય શિક્ષણ કચેરી ગાંધીનગર દ્વારા દરેક જિલ્લામાં શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લામાં ધોરણ- 6 અને 9 ના 6646 વિદ્યાર્થીઓ શિષ્યવૃતિની પરીક્ષા આપી હતી.જેમાં પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં 6646 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 650 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.જ્યારે માધ્યમિક 1648 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાં 188 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.જિલ્લામાં કુલ 9 તાલુકમાં 37 કેન્દ્રોમાં 618 બ્લોક પર વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ભાષા સામાન્ય જ્ઞાનનું 100 માર્કનું 90 મિનિટનું તેમજ ગણિત વિજ્ઞાનનું પણ 100 ગુણનું 90 મિનિટ નું પ્રશ્નપત્ર બાળકો ને આપવામાં આવ્યા હતા.આ પરીક્ષામાં પાસ કરી મેરીટમાં આવનાર હોશિયાર વિદ્યાર્થીઓને મહિને 1 હજાર લેખે 10 મહિનાના કુલ રૂ.10 હજાર શિષ્યવૃતિ પેટે ચૂકવવામાં આવશે.

Tags:    

Similar News