ભરૂચ:રાહુલ ગાંધીના રાજા રજવાડા અંગેના નિવેદન પર રાજકારણ, જુઓ ક્ષત્રિય આગેવાને શું કહ્યું

રાહુલ ગાંધીના રાજા રજવાડાઓ અંગેના નિવેદન મુદ્દે કોંગ્રેસનો બચાવ કરી ભરૂચના ક્ષત્રિય આગેવાન સંદીપ માંગરોલાએ ભાજપ નિશાન સાધ્યુ હતું

Update: 2024-04-28 09:42 GMT

રાહુલ ગાંધીના રાજા રજવાડાઓ અંગેના નિવેદન મુદ્દે કોંગ્રેસનો બચાવ કરી ભરૂચના ક્ષત્રિય આગેવાન સંદીપ માંગરોલાએ ભાજપ નિશાન સાધ્યુ હતું

તાજેતરમાં કર્ણાટકમાં જાહેરસભામાં રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓને લઈને નિવેદન આપ્યું હતું. જેને લઈને વિવાદ ઉભો થયો છે.રાહુલના આ નિવેદન પર ગુજરાતના ગૃહરાજ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પલટવાર કરતા રાજકારણ ગરમાયું છે.ત્યારે રાહુલ ગાંધીના નિવેદનને લઈ કોંગ્રેસનો બચાવ કરી ભરૂચના ક્ષત્રિય આગેવાન સંદીપ માંગરોલાએ હાલની સરકાર બંધારણ બદલવા જઈ રહી છે.જેના સંદર્ભે હતું એમણે એમ કહ્યું રાજા રજવાડાઓના સમયમાં એવા કાયદાઓ હતા જે કાયદાથી એ ઈચ્છે જમીન લઈ શકતા હતા આજે એજ સ્થિતિનું ભાજપની સરકાર નિર્માણ કરી લોકશાહી ખતમ કરી ગરીબ લોકોની જમીન લઈ રહી છે.એવા કાયદાઓ લઈ ગરીબ લોકોની જમીન છીનવી કાવતરું ઘડી રહ્યા છે.જે સંદર્ભમાં રાહુલ ગાંધી બોલતા હતા.એક તરફ પુરુષોતમ રૂપાલાના નિવેદનથી ભાજપ બોખલાયેલ છે.લોકોનું ધ્યાન ભટકાવવા માટે આ નિવેદનને લઈ લોકોને ભટકાવી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે

Tags:    

Similar News