ભરૂચ : વાગરા નજીક કાર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત, બાઇક ચાલકનું મોત

Update: 2020-05-09 09:54 GMT

ભરૂચ જિલ્લાના વાગરાથી ભરૂચ જવાના માર્ગ પર તવેરા કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. વાગરા પોલીસે અકસ્માત ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, વાગરાના પીપલીયા ગામનો આધેડ વ્યક્તિ કોઈ કામ અર્થે પોતાની બાઇક લઈને વહેલી સવારે વાગરાથી ભરૂચ તરફ જઈ રહ્યો હતો તે દરમ્યાન CISF કોલોની નજીક સામેથી આવતી કાર સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારના ચાલકે ગફલતભરી રીતે હંકારતા થયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગળા પર તેમજ બન્ને પગમાં ગંભીર ઇજાઓ થવા પામી હતી. ગંભીર ઇજાને પગલે પીપલિયાના રહેવાસી મુનાફ યાકુબ ઉમરજી બગસનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ. અકસ્માતના પગલે કાર ચાલક સ્થળ પર જ કાર મૂકી ફરાર થઈ ગયો હતો, ત્યારે સમગ્ર મામલે વાગરા પોલીસે અકસ્માત ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Tags:    

Similar News