ભરૂચ : “CAA” એ નાગરિકતા આપવાનો કાયદો છે, છીનવવાનો નથી : ધારાસભ્ય દુષ્યંત પટેલ

Update: 2020-01-11 09:37 GMT

દેશમાં લાગુ પડેલા નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન કરનારા

રાજ્યમાં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. વિધાનસભાના એક દિવસીય

સત્રમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે CAA વિશે

સ્પષ્ટતા કરતું ભાષણ કર્યું હતું, ત્યારે

હાલ આ ભાષણની ખૂબ સરાહના થઇ રહી છે.

નાગરિકતા સંશોધન કાયદો લાગુ પડ્યા બાદ હવે રાજ્યની વિધાનસભાઓમાં તેનું સમર્થન

મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે. શુક્રવારના રોજ ગુજરાત વિધાનસભાનું એક દિવસનું

ખાસ સત્ર મળ્યું હતું, જેમાં

કાયદાનું સમર્થન કરતો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. પ્રસ્તાવ પર બોલતાં ભરૂચના ધારાસભ્ય

દુષ્યંત પટેલે કોંગ્રેસને આડે હાથ લીધી હતી.

ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, CAA એ

નાગરિકતા આપવાનો કાયદો છે. તે કોઇની નાગરિકતા છીનવી લેવા માટેનો કાયદો નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ

લઘુમતી સમાજનો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કરતી આવી છે અને CAAના મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, CCAને સમર્થન આપનારું ગુજરાત

પ્રથમ રાજ્ય બન્યું છે.

Tags:    

Similar News