ભરૂચ : ચાવજ ગામમાં તસ્કરોનો તરખાટ, છ દુકાનોના તુટયાં તાળા

Update: 2020-03-06 13:52 GMT

ભરૂચ

તાલુકાના ચાવજ ગામમાં એક જ રાતમાં છ દુકાનોના તાળા તોડી તસ્કરોએ તરખાટ મચાવતાં

લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. 

ભરૂચ

તાલુકાના ચાવજ ગામમાં દિન પ્રતિદિન રહેણાંકોની સંખ્યામાં વધારો થઇ રહયો છે. નવી

નક્કોર સ્ટ્રીટ લાઈટો રાતોરાત બંધ કરી દેવાતા અંધારપટ થવાના કારણે તસ્કરોને પણ

મોકળુ મેદાન મળી ગયું હોય તેમ અલંકાર એવન્યુ એપાર્ટમેન્ટ માંથી ત્રણ મોટર સાયકલ

અને ઉદ્દભવ રેસીડેન્સ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી એક મોટર સાયકલ મળી કુલ ચાર મોટર

સાયકલની ચોરીની ઘટના બની છે. આ ઉપરાંત છ દુકાનોના પણ તસ્કરોએ તાળા તોડયાં હતાં.

સ્થાનિક રહીશોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, નર્મદા કલોરેક્ષ શાળાના મુખ્ય માર્ગ ઉપર

અંદાજીત ૫૦ થી વધુ સ્ટ્રીટ લાઈટ લગાડવામાં આવી આવી છે.પરંતુ આ સ્ટ્રીટ લાઈટો નું

બિલ કોણ ચૂકવે તેનો વિવાદ થયો છે. અમે ગ્રામ પંચાયતમાં વેરો ભરતાં હોવાથી બિલ

ગ્રામ પંચાયતે ભરવાનું હોય છે પણ ગ્રામ પંચાયત બિલની જવાબદારી રહીશોના માથે નાંખતી

હોવાનું લોકોએ જણાવ્યું હતું. 

Tags:    

Similar News