ભરૂચ : દહેગામ પંથકમાં વીજ કંપનીની ટીમો ત્રાટકી, લાખો રૂા. ની વીજચોરી ઝડપાય

Update: 2020-02-27 07:10 GMT

ભરૂચ તાલુકાના દહેગામ તથા આસપાસના ગામોમાંથી વીજકંપનીની ટીમોએ લાખો રૂપિયાની વીજચોરી ઝડપી પાડી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં વીજવાયર પર લંગર નાંખી તથા અન્ય નુસખાઓથી વીજચોરી કરવાનું પ્રમાણ વધારે જોવા મળે છે. વીજચોરી અટકાવવા માટે વીજકંપનીની ટીમો આકસ્મિક ચેકિંગ કરતી રહે છે. ગુરૂવારના રોજ ભરૂચ તાલુકાના દહેગામ તથા આસપાસ આવેલાં ગામોમાં વીજકંપનીની ટીમો ત્રાટકી હતી. લોકો મીઠી નિંદર માણી રહયાં હતાં ત્યારે જ પોલીસ બંદોબસ્ત સાથે વીજજોડાણોની તપાસ કરવામાં આવી હતી. અનેક જોડાણોમાંથી વીજચોરી બહાર આવતાં ગ્રાહકોને દંડ ફટકારવામાં આવ્યો છે. વીજ કંપનીની કાર્યવાહીના પગલે વીજચોરી કરતાં લોકોમાં દોડધામ મચી ગઇ છે.

Similar News