ભરૂચ : લોકડાઉનમાં જરૂરિયાતમંદોને કરાયું સહાય કીટનું વિતરણ, માનવતા મહેકાવતા પટેલ ટ્રેડર્સ ગૃપના સભ્યો

Update: 2020-04-02 11:59 GMT

ભરૂચ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉન દરમ્યાન જરૂરિયાતમંદ લોકોને પટેલ

ટ્રેડર્સ ગૃપ દ્વારા 1000થી વધુ સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં લોકડાઉન

જાહેર કરવામાં આવતા ગ્રામ્ય વિસ્તારના લોકોની હાલત કફોડી બની છે, ત્યારે અંતરિયાળ ગ્રામ્ય

વિસ્તારમાં રહેતા લોકોને

ભરૂચના પટેલ ટ્રેડર્સ ગૃપ દ્વારા અત્યાર સુધીમાં 1000થી વધુ સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યારે સહાય કીટમાં ઘઉં, ચોખા, મરચું, હળદર, મીઠું, તેલ જેવી જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનો સમાવેશ

કરવામાં આવ્યો છે.

ભરૂચ જીલ્લામાં સ્લમ વિસ્તારોમાં સેવાભાવી સંસ્થાઓ

અને જાગૃત નાગરિકો દ્વારા વિવિધ સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે, ત્યારે ભરૂચની અલફલા પાર્ક સોસાયટીના પટેલ

ટ્રેડર્સ ગૃપ દ્વારા સહાય કીટ

તૈયાર કરી ભરૂચ જીલ્લાના અંતરિયાળ ગામોમાં પહોંચી લોકોને સહાય કીટનું વિતરણ કરી અનોખી માનવતા મહેકાવી રહ્યા છે, ત્યારે જિલ્લાના અન્ય ગામોનો સર્વે કરી

જરૂરિયાત મંદ લોકોને સહાય કીટ

વિતરણ કરવામાં આવશે.

Tags:    

Similar News