ભરૂચ: ગૌરક્ષા સમિતિના ઉપાધ્ક્ષની સતર્કતાથી કતલના ઇરાદે લઈ જવાતા ૧૦ જેટલા મુંગા પશુને બચાવાયા

Update: 2019-11-19 12:08 GMT

ભરૂચ ભરવાડ સમાજના સંગઠનના પ્રદેશ કારોબારી સભ્ય અને ગૌરક્ષા સમિતિના દક્ષિણ ગુજરાતના ઉપાધ્યક્ષની સતર્કતા અને જીવની બાજી લગાવી ૧૦ જેટલા મુંગાઢોરોને કતલખાને જતા બચાવી લેવાયા હતા. આ બનાવમાં ભરૂચ એ ડિવિઝન પોલીસે પશુઓ ભરેલો ટેમ્પો કબ્જે કરી તેના ચાલક અને માલિક વિરૂચ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચની શ્રવણ ચોકડી થી શેરપુરા વચ્ચે આવેલ રોડ પરથી પસાર થતી વેળા શંકાના આધારે ભરૂચ ભરવાડ સમાજના ભરવાડ યુવા સંગઠન પ્રદેશ કારોબારી સભ્ય અને ગૌરક્ષા સમિતિના દક્ષિણ ગુજરાતના ઉપાધ્યક્ષ ઝીણાભાઈ ભરવાડ દ્વારા એક ટેમ્પો ઉભો રાખાતા ટેમ્પા ચાલકે પ્રથમ ટેમ્પો તેમની ઉપર ચઢાવી નાસી જવા કોશીષ કરી હતી. પરંતુ ઝીણા ભરવાડે જીવની ચિંતા વગર મુંગા પશુઓનો જીવ બચાવવા જીવની બાજી લગાવી તે ટેમ્પાનો પીછો કરી તેને આંતરી રોકતા તેમાં ગેરકાયદેસર લઈ જવાતા ૭ ગાય, બે વાછરડા અને એક પાડો નજરે પડ્યો હતો.

જેની જાણ ઉપાધ્યક્ષ ઝીણા ભરવાડે એ ડિવિઝન પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મુંગા પશુ ભરેલ ટેમ્પો નં. GJ-06-V- 5307ને ઝડપી પાડી તેના ચાલકની પુછતાછ કરતા આ ટેમ્પો તે પાનોલીથી ભરૂચના શેરપુરા ડુંગરી ખાતે ગુલામભાઇ કસાઇના કતલખાને લઈ જતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટેમ્પાચાલક તેમજ માલિક વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Similar News