ભરૂચ : ઘાસમંડાઇ વિસ્તારમાં ગટરલાઇન ચોકઅપ, જુઓ પછી શું થયું

Update: 2021-01-03 11:16 GMT

ભરૂચના મહમદપુરા નજીકના ઘાસ મંડાઇ વિસ્તારમાં ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ગટર લાઇનની કામગીરી અધૂરી છોડી દેવાતા ગટર લાઇન જામ થઈ ગઈ હતી અને દૂષિત પાણી માર્ગ પર ફરી વળ્યા હતા જેના પગલે સ્થાનિકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

Full View

ભરૂચમાં ભાર શિયાળે રવિવારે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. મહમદપુરા નજીક આવેલ ઘાસ મંડાઇ નજીક માર્ગ પર પાણી જ પાણી જોવા મળ્યું હતું એની પાછળનું કારણ છે તંત્રની બેદરકારી.તંત્ર દ્વારા દિવાળી અગાઉ ગટર લાઇનનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું જો કે દિવાળી દરમ્યાન બંધ થયેલ કામગીરી પુન:શરૂ ન કરાતા ખુલ્લી ગટરમાં કચરો ફસાયો હતો અને ગટર લાઇન જામ થઈ ગઈ હતી જેના પરિણામે ગટરનું દુષિત પાણી ઉભરાઇને આજે માર્ગ પર ફરી વળ્યું હતું.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં વારંવાર આ પ્રકારની પરિસ્થિતી સર્જાઈ છે.ગટરના દુષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળે તેની સ્થાનિકો દહેશત સેવી રહ્યા છે તો માર્ગ પર પાણીના કારણે વાહન ચાલકોએ અવર જવર કરવામાં પણ મુશ્કેલી પડી હતી ત્યારે તંત્ર વહેલી ગટર લાઇનની બંધ પડેલ કામગીરી વહેલી તકે શરૂ કરાવે એ જરૂરી છે.

Tags:    

Similar News