ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની છાત્રા કાવ્ય લેખનમાં ઝળકી

Update: 2020-07-08 12:53 GMT

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી તરફથી કોરોના વોરિયર્સ ડીજીટલ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાવ્ય લેખન વિભાગમાં ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની છાત્રા હેનીશા પટેલે દ્રિતિય ક્રમાંક મેળવ્યો છે. ડીજીટલ વોરિયર્સ ડીજીટલ કોમ્પીટીશનમાં ત્રણ વિભાગ ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને કાવ્ય લેખન રાખવામાં આવ્યાં હતાં. લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની છાત્રા હેનીશા પટેલે કાવ્ય લેખન વિભાગમાં ભાગ લઇને દ્રિતિય ક્રમાંક મેળવ્યો છે. ત્રણે વિભાગની સ્પર્ધાઓમાં રાજયના વિવિધ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોલેજનું ગૌરવ વધારવા બદલ હેનીશા પટેલને કોલેજના ડીરેકટર એમ.એસ.જોલી, ટ્રસ્ટી યોગેશ પારીક તથા આચાર્ય પ્રો. ડૉ. કિશોર ઢોલવાણી સહિતના સ્ટાફે અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી છે.

Tags:    

Similar News