ભરૂચ : રેલ્વેએ પ્રથમ દિવસે મુસાફરોને રૂ. 2.42 જેટલું રિફંડ આપ્યું, ટિકિટ કેન્સલેશન માટે એક કાઉન્ટર કાર્યરત

Update: 2020-05-25 13:32 GMT

કોરોના મહામારીના કારણે છેલ્લા 2 મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે. જેના પગલે રેલ્વે વિભાગની ઠપ્પ થયેલી મુસાફર આરક્ષણ પ્રક્રિયા (રિઝર્વેશન સિસ્ટમ)ને ફરી શરૂ કરવામાં આવી છે, ત્યારે હવે આગાઉ રદ્દ થયેલી ટ્રેનોની ટિકિટના રિફંડ અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલ્વે દ્વારા લગભગ 41 જેટલા આરક્ષણ કાઉન્ટરોને મુસાફરોની સુવિધા માટે શરૂ કરવામાં આવ્યા છે. જેમાં વડોદરા ડિવિઝનની હદમાં આવતા વડોદરા રેલ્વે સ્ટેશન સહિત ભરૂચ, અંકલેશ્વર, આણંદ, નડિયાદ અને ગોધરા ખાતે એક-એક કાઉન્ટર દ્વારા ટિકિટનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ છેલ્લા 60 દિવસ ઉપરાંતથી રદ્દ થયેલી કેટલીક ટ્રેનોના મુસાફરો પોતાના રિફંડ મામલે મુંજવણમાં હતા, ત્યારે હવે રેલ્વે વિભાગ દ્વારા તેઓને સહુલત સાથે રિફંડ આપવાની શરૂઆત કરવામાં આવી છે.

ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરોને ટ્રેનની ટિકિટોના રિફંડ આપવા માટે સવારે 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી એક શિફ્ટ દરમ્યાન ફક્ત એક જ વિન્ડો શરૂ કરવામાં આવી છે. લોકડાઉન-4 દરમ્યાન ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે કાર્યરત થયેલ રિઝર્વેશન કાઉન્ટર પરથી 412 મુસાફરો પૈકીની 148 જેટલી ટિકિટોનું કેન્સલેશન કરી રિફંડ પરત કરવામાં આવ્યું હતું, ત્યારે માર્ચ, એપ્રિલ અને મે માસમાં રદ્દ થયેલી ટિકિટોનું રિફંડ મુસાફરોને પરત થતાં પ્રથમ દિવસે જ કુલ 2,42,180 રૂપિયા જેટલી જાવક રેલ્વે વિભાગને થવા પામી હતી. આ દરમ્યાન રેલ્વે સ્ટેશન ખાતે આવતા મુસાફરો તેમજ રેલ્વે કર્મચારીઓએ સરકારની નવી ગાઈડલાઇન મુજબ સામાજિક અંતર જાણવવું તેમજ અન્ય નિયમોનું પાલન કરવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

Tags:    

Similar News