ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ અને પોલ્યુશન કંટ્રોલ એસોસિયેશનના જિલ્લા કાર્યાલયનો શુભારંભ

Update: 2018-09-25 11:39 GMT

આજરોજ ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ અને પોલ્યુશન કંટ્રોલ એસોસિયેશનના જિલ્લા કાર્યાલયનો શુભારંભ રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદસિંહ રાણાના વરદ હસ્તે કરવામાં આવ્યું.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="66615,66616,66617,66618"]

ભરૂચ જિલ્લા કાર્યાલયનો શુભારંભ થવાથી ભરૂચ જિલ્લાના કિસ્સાનોને પોતાના પ્રશ્નો માટે જેવાકે પાકનું વળતર ,મામલતદાર કચેરીમા કિસાનોનાં કામમાં થતા વિલંબ,૭/૧૨ની એન્ટ્રી બાબતે ,વારસાઇ બાબતે આવા અનેક કામો માટે વીજળી સમસ્યા, સિંચાઈની સમસ્યા, આદિવાસી વનીકરણ યોજના, બોરવેલ બાબતની અનેક સમસ્યાઓથી કિસાન પિસાઇ રહ્યો છે આવી અનેક સમસ્યાઓના ઉકેલ માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી તેનું સમાધાન થાય તથા કિસાનોને સાચું માર્ગદર્શન મળે તથા ગુજરાતનો કિસાન સમૃદ્ધ થાય તે માંટે ગુજરાતના દરેક જિલ્લાઓમાં જિલ્લા કાર્યાલય કાર્યરત કરાયેલ છે.

જેમાં મુખ્ય અતિથી તરીકે રાષ્ટ્રીય મહામંત્રી હરીશભાઇ પરમાર તથા પ્રદેશ પ્રમુખ અરૂણસિહ ચૌહાણ તથા જિલ્લાનાં કિસાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Similar News