ભરૂચ:ઝઘડીયા ચોકડી પર બર્નિંગ ટ્રકના દ્રશ્યો, જુઓ શું છે કારણ

Update: 2021-01-17 10:56 GMT

ઝઘડીયા ચોકડી પર ટ્રકમાં એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.ડ્રાઈવર અને ક્લીનર સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતાં તેઓનો આબાદ બચાવ થયો હતો તો ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો

ઝઘડીયાના રાપારડીથી સિલિકા ભરી એક ટ્રક પૂના જઈ રહી હતી.આજે બપોરના સમયે ટ્રક ઝઘડીયા ચોકડી નજીકથી પસાર થઈ રહી હતી એ દરમ્યાન ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ટ્રકમાં સવાર ડ્રાઈવર અને ક્લીનરે નીચે ઉતરી સેફ્ટી બોટલ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો કર્યા હતા જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ટ્રક આગમાં ભડકે બળી હતી. ઘટના સ્થળ નજીકથી વીજ કંપનીની હાઇ ટેન્શન લાઇન પસાર થતી હોય સાવચેતીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.બનાવની જાણ થતાં ખાનગી કંપનીના ફાયર ફાયટરોએ દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો.દુર્ઘટનાના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.શોર્ટ સર્કિટના કારણે ટ્રકમાં આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે

Tags:    

Similar News