ભરુચમાં સ્કૂલવર્ધી વાહનોમાં પણ ફાયરસેફ્ટીના સાધનો મુકાવા વાલીઓની માંગ

Update: 2019-06-10 09:33 GMT

સ્કૂલ વાહનોમાં ગીચોગીચ ભરીને લઈ જવાતા વિદ્યાર્થીઓની સવારી અસલામત

તાજેતરમાં રાજ્ય સરકારે સ્કૂલવર્ધી વાહન ચાલકો સામે પણ લાલ આંખ કરી છે. સ્કૂલોમાં સાત વિદ્યાર્થીઓ જ્યારે ઇકો કે વાન માં 14 વિદ્યાર્થીઓને જ લઈ જવા ઉપરનો પરિપત્ર ઇસ્યુ કર્યો છે. જે પરિપત્રને વાલીઓએ પણ આવકાર્યો છે. પરંતુ સરકારના આ પરિપત્રનો કડકાઇથી અમલ ટ્રાફિક પોલીસ કરે તેવી માંગ વાલીઓ ઉચ્ચારી રહ્યા છે. કારણકે ગીચોગીચ સ્કુલ વાનો ભરીને ટ્રાફિક પોલીસના જવાન પાસેથી જ પસાર થતી હોવા છતાં પોલીસ વાહન ચાલક સામે કોઈ કાર્યવાહી ન કરવા પાછળ અનેક આક્ષેપો પણ થઈ રહ્યા છે.

ત્યારે રાજ્ય સરકારના આ પરિપત્રનો અમલ 10 જૂનથી થનાર છે ત્યારે પ્રથમ દિવસે વાહન ચાલકો સામે શું કાર્યવાહી પોલીસ કરે છે તે જોવું રહ્યું.

Similar News