ભરૂચ: જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયો સ્પોર્ટસ ફેસ્ટ ૨૦૧૯-૨૦

Update: 2020-01-02 12:57 GMT

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં તા.૨૯ ડિસેમ્બર ૨૦૧૯ તથા તા. ૧ જાન્યુઆરી ૨૦૨૦ દરમિયાન શાળાકિય રમતોત્સ્વનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રમતોત્સવમાં બાળ

ભવનના નાના ભૂલકાઓથી શરૂ કરીને ધો.૧૧-૧૨ના વિદ્યાર્થીઓ તમામ માટે આયોજન કરવામાં આવ્યું

હતું. શાળાકિય આ રમતોત્સવમાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો,વાલિઓ તથા બિન શૈક્ષણિક કર્મચારીઓએ ભાગ

લઈ આ રમતોત્સવને રમીને માણ્યો પણ હતો.જેમાં શાળાના એકંદરે ૩૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ,વાલીઓ,શિક્ષકો,સ્કૂલ સ્ટાફે ખભે

ખભા મેળવીને આ આયોજનને સફળ બનાવ્યો હતો.

જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયેલા સ્પોર્ટસ ફેસ્ટ ૨૦૧૯-૨૦માં ભરૂચ શહેરના પોલીસ ઓફીસર ગઢિયા તથા ચૌધરીએ ઉપસ્થીત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો, તો તેમની સાથે જે.સી.આઇ ભરૂચના નવ નિયુક્ત પ્રમુખ હર્ષ પટેલ, અને જુનિયર જેસીના ડાયરેકતર પિનાકિન જાદવે વિદ્યાર્થીઓને મેડલ આપી નવાજીત કર્યા હતા.શાળા પરિવારે સૌ વિજેતાઓને અભિનંદન પાઠવી તેમની પ્રગતી થતી રહેની શુભકામનાઓ આપી હતી.

Similar News