ભરૂચ : GTUની પરીક્ષા લેવાશે કે, નહીં તે માટે સરકાર અવઢવમાં મુકાઈ, જુઓ વિદ્યાર્થીઓએ શું કહ્યું..!

Update: 2020-12-02 12:28 GMT

ગુજરાત રાજ્યમાં GTUની પરીક્ષા મામલે એક તરફ સરકાર વિચારણા કરી રહી છે, તો બીજી તરફ પરીક્ષા લેવાશે કે નહીં. અને જો પરીક્ષા લેવાશે તો, શું ઓનલાઇન કે ઓફલાઈન પરીક્ષા આપવી પડશે તે મુદ્દે વિદ્યાર્થીગણ સહિત વાલીઓ ભારે મૂંઝવણમાં મુકાયા છે.

સમગ્ર રાજ્યમાં કોરોનાના કારણે શૈક્ષણિક કાર્યને વ્યાપક અસર પહોંચી છે, ત્યારે મોટા સમાચાર આવી રહ્યા છે કે, આગામી તા. 10મી ડિસેમ્બરના રોજ રાજ્યના 350 પરિક્ષા કેન્દ્રો પર લેવામાં આવનાર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા હાલ સરકાર દ્વારા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ પરીક્ષા ઓનલાઈન કે પછી ઓફલાઈન યોજાય તો વિદ્યાર્થીઓએ લોકડાઉન દરમ્યાન કરેલી મહેનત વ્યર્થ નહીં જાય તેવું પણ વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે.

જોકે દિવાળીની રજાઓમાં પણ વિદ્યાર્થીઓએ તહેવાર ન મનાવી પોતાના ભણતર તરફ ધ્યાન આપ્યું છે. વિદ્યાર્થીઓ તહેવારના દિવસોમાં પણ પરીક્ષાની તૈયારીઓમાં લાગ્યા હતા. પરંતુ હવે GTUની પરીક્ષાને સરકાર દ્વારા મોકૂફ રખાતા વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી રહી છે. જોકે વિદ્યાર્થીઓની માંગ છે કે, અમુક નીતિ નિયમો ઘડી સરકાર દ્વારા પરીક્ષા ઓનલાઈન યોજાય જેથી વિદ્યાર્થીઓએ કરેલી તૈયારીઓ વેડફાઈ ન જાય, જ્યારે સરકાર પણ હવે પરીક્ષા ઓફલાઈન લેવાના મૂડમાં છે. પરંતુ કોરોના સંક્રમણ ઘટે તો સરકાર જલ્દીથી નવી તારીખ જાહેર કરે તેવો પણ ઘણા વિદ્યાર્થીઓનો મત છે.

Tags:    

Similar News