ભરૂચ : જય અંબે ઇન્ટરનેશલ સ્કુલમાં અનોખો પતંગોત્સવ, PLHIV બાળકોનો ચહેરા પર છલકી ખુશી

Update: 2020-01-12 11:02 GMT

ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ

સ્કુલમાં અનોખા પતંગોત્સવનું આયોજન કરાયું. જેમાં BDNPના 40 જેટલાં PLHIV બાળકોએ પતંગના પર્વની મોજ માણી

હતી. પ્રોલાઇફ ઇન્ડસ્ટ્રીઝ  તરફથી બાળકોના જીવનમાં ખુશીઓ લાવવાનો નવતર પ્રયાસ કરાયો હતો.

ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના પટાંગણમાં પતંગ ચગાવી

રહેલાં બાળકોએ સામાન્ય બાળકો નથી પણ તેઓ BDNPના PLHIV બાળકો છે. આનંદ, ઉમંગ અને ઉલ્લાસ તેમના જીવનના

દ્વાર ખખડાવે તેવો અવિસ્મરણીય પ્રયાસ પ્રોલાઇફ ઇન્ડસ્ટ્રીઝ  તરફથી કરવામાં આવ્યો હતો. આ

બાળકો પણ અન્ય બાળકોની જેમ પતંગના પર્વનો આનંદ ઉઠાવી શકે તે માટે તેમને પ્રોલાઇફ

ઇન્ડસ્ટ્રીઝ તરફથી પતંગ, દોરી, ચિકકી સહિતની વસ્તુઓનું વિતરણ

કરવામાં આવ્યું હતું. આ ઉમદા કાર્યને બિરદાવવા માટે પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના

મેનેજીંગ ડીરેકટર એમ.એસ.જોલી અને કરણ જોલી,બીડીએનપીના પ્રમુખ સતીષ

મિસ્ત્રી, જય અંબે

ઇન્ટરનેશનલ સ્કુલના ટ્રસ્ટી યોગેશ પારીક સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. આ

પ્રસંગે બાળકોને વિવિધ રમતો રમાડવામાં આવી હતી અને વિજેતાઓને મેડલો આપી સન્માનિત

કરાયાં હતાં. પ્રોલાઇફ ઇન્ડસ્ટ્રીઝ  તરફથી કરવામાં આવેલાં અનોખા

આયોજનને બીડીએનપીના હોદેદારો તથા સભ્યોએ વખાણ્યું હતું.

Tags:    

Similar News