વાલીયા : ભાજપ અને બીટીપી વચ્ચે વધી રહેલી તિરાડ, બીટીપીએ આપ્યું બંધનું એલાન

Update: 2019-12-19 11:06 GMT

વાલીયા તાલુકા ભાજપના પ્રમુખ સેવંતુ વસાવાને માર મારવાના પ્રકરણમાં સરપંચ અને અન્ય લોકો સામે નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદ ખોટી હોવાની રાવ સાથે ગુરૂવારે આદીવાસી સમાજે સજજડ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો.

વાલીયા તાલુકા ભાજપના પ્રમુખ સેવંતુ વસાવાને ભમાડીયા ગામમાં માર મારવામાં આવ્યો હોવાનો વિડીયો વાઇરલ થયો હતો. મહિલાઓનો આક્ષેપ હતો કે સેવંતુ વસાવા ગામમાં વિકાસ કામોમાં રોડા નાંખી રહયાં છે. બીજી તરફ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સેવંતુ વસાવાની તરફેણ કરી ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાને પડકાર ફેંકી દીધો હતો. આ પ્રકરણમાં બીટીપીના આગેવાનો અને કાર્યકરો સામે નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદ ખોટી હોવાની રાવ સાથે આદિવાસી સમાજે ગુરૂવારના રોજ વાલી્યામાં સજજડ બંધ પાળ્યો હતો. સવારથી જ વાલીયાના બજારો બંધ રહયાં હતાં. કોઇ અઘટિત ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

Similar News