ભરૂચ : તસ્વીરોને કેમેરે કંડારી પળોને સદા જીવંત રાખતા ફોટોગ્રાફરોનો યાદગાર દિવસ એટલે “વિશ્વ ફોટોગ્રાફી દિવસ”

Update: 2020-08-19 10:15 GMT

કહેવાય છે કે, એક તસ્વીર હજાર શબ્દો બરાબર હોય છે. લાંબા લાંબા લખાણો અને વર્ણનોને બદલે એક સુંદર ફોટો જે તે સ્થળ કે, પરિસ્થિતિનું સંપૂર્ણ બયાન આપણી સમક્ષ આસાનીથી રજૂ કરી શકે છે, ત્યારે આજે 19 ઓગષ્ટના રોજ ભરૂચ જિલ્લાના ફોટોગ્રાફરો અને વિડિયોગ્રાફરોએ એકબીજાની “વિશ્વ ફોટોગ્રાફી દિવસ” નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.

માનવીની ઈચ્છાશક્તિ અને વિજ્ઞાનને આસમાને પહોંચાડનાર ફોટોગ્રાફીની કલાને વંદનનો દિવસ એટલે “વિશ્વ ફોટોગ્રાફી દિવસ”. તસ્વીરોને કેમેરે કંડારીને પળોને સદા માટે જીવંત રાખતા ફોટોગ્રાફરો માટે આજનો દિવસ ખૂબ જ યાદગાર બની રહે છે, ત્યારે આજે 19 ઓગષ્ટના રોજ ભરૂચ ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફર એસોસીએશનના સભ્યોએ એકબીજાની “વિશ્વ ફોટોગ્રાફી દિવસ” નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.

વર્ષ 1939માં તા. 19 ઓગષ્ટના રોજ વિશ્વ ફોટોગ્રાફી દિવસની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારથી વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરવામાં આવે છે. દુનિયામાં અનેક કલાક્ષેત્રોમાં મુખ્ય ચિત્ર અને ફોટોગ્રાફી છે. ચિત્રકલા તો હજારો વર્ષો જૂની છે. પણ ફોટોગ્રાફી લગભગ 170 વર્ષથી પણ વધુ જૂની છે. 21મી સદીમાં વિકાસ પામેલી ફોટોગ્રાફી કળાએ માનવજાત અને વિજ્ઞાનને ખરા અર્થમાં સમૃદ્ધ બનાવી દીધું છે. જેનો મુખ્ય પુરાવો છે કે, આજે ઘરબેઠા આપણે દેશ-વિદેશના લાઈવ-શો નિહાળી શકીએ છે. આમ, માનવીની ઈચ્છાશક્તિને વિજ્ઞાનને આસમાને પહોચાડનાર ફોટોગ્રાફી કલાને વંદનનો દિવસ એટલે “વિશ્વ ફોટોગ્રાફી દિવસ”.

Similar News