ભરૂચ : “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની કરાઇ ઉજવણી, રેલી સહિત યુવા મતદાર મહોત્સવ યોજાયો

Update: 2020-01-25 07:32 GMT

ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર દ્વારા તા. 25મી જાન્યુઆરીના રોજ “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મતદાર જાગૃતિ રેલી સહિત યુવા મતદાર મહોત્સવનું વિશેષ આયોજન કરાયું હતું.

વર્ષ 2011ની તા. 25મી જાન્યુઆરીના દિવસથી “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. ઉપરાંત 25મી જાન્યુઆરીનો દિવસ ચૂંટણી પંચનો સ્થાપના દિવસ તરીકે પણ ઉજવાય છે, ત્યારે ભરૂચના યુવા મતદારોને મતદાન અંગે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશ સાથે લોકો લોકશાહીના મૂલ્યો સમજે તે હેતુથી મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદાર જાગૃતિ રેલી જે.પી. કોલેજના ગ્રાઉંડથી નીકળી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી, ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મતદાર જાગૃતિ અંગે સૂત્રોચ્ચાર સહિતના પ્લે કાર્ડ અને બેનર સાથે રેલીમાં જોડાયા હતા.

શક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ ટાઉન હૉલ ખાતે મતદાર જાગૃતિ રેલીના સમાપન બાદ યુવા મતદાર મહોત્સવનો દીપપ્રાગટ્ય કરી પ્રારંભ કરાયો હતો. જેમાં વિવિધ નૃત્યકૃતિઓ, મહાનુભાવો દ્વારા વક્તવ્ય, વૃદ્ધ મતદારો તથા દિવ્યાંગ મતદારોનું સન્માન તેમજ નવયુવા મતદારોને (EPIC) ઓળખ કાર્ડ આપવા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર એમ.ડી.મોડિયા, અધિક કલેક્ટર જે.ડી.પટેલ, પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ, મામલતદાર પી.ડી.પટેલ સહિત ભરૂચની વિવિધ સામાજિક સંસ્થાના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણીમાં સહભાગી

Tags:    

Similar News