અંકલેશ્વરમાંથી 6.42 લાખ ની બ્રિટાનિયા બિસ્કિટ ભરેલા આઇસર ટેમ્પા ચોરીમાં 2 આરોપી ઝડપાયા

12 ઓગસ્ટના રોજ સોમાની ચોકડી પર પાટીલ ટ્રાન્સપોર્ટ આગળ પાર્ક કરેલ બિસ્કિટ ભરેલ આઇસર ટેમ્પો ચોરી થઇ ગયો હતો.

Update: 2022-01-23 12:24 GMT

અંકલેશ્વરમાંથી 6.42 લાખની બ્રિટાનિયા બિસ્કિટ ભરેલા આઇસર ટેમ્પા ચોરીમાં વધુ 2 આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા હાથ લાગી છે. ગત 12 ઓગસ્ટના રોજ સોમાની ચોકડી પર પાટીલ ટ્રાન્સપોર્ટ આગળ પાર્ક કરેલ બિસ્કિટ ભરેલ આઇસર ટેમ્પો ચોરી થઇ ગયો હતો. જેમાં પોલીસે રૂપિયા 6.42 લાખની બિસ્કીટ મળી કુલ રૂપિયા 8.42 લાખની ચોરીનો ગુનો નોંધ્યો હતો. અગાવ સુરતમાં માલ ખરીદનાર વેપારી ની ધરપકડ કરી ચોરી બિસ્કિટનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો હતો.

બનાવની વિગતો અનુસાર ગત 12મી ઓગસ્ટના રોજ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સોમાની ચોકડી પર પાટીલ ટ્રાન્સપોર્ટ આવેલ છે. જેના માલિક શૈલેષ પાટીલ દ્વારા આઇસર ટેમ્પો ઝઘડીયા જીઆઇડીસી આવેલી બ્રિટાનિયા કંપની ખાતે ગત 12 મી ઓગસ્ટ ના રોજ મોકલ્યો હતો. આઇસર ટેમ્પો બીજા દિવસે સુરત સચિન જીઆઇડીસી જવાનો હતો. તે પૂર્વે જ રાત્રીના આઇસર ટેમ્પો બિસ્કિટના જથ્થા સાથે ચોરી થઇ જવા પામ્યો હતો. તેની શોધખોળ કરવા છતાં ન મળી આવતા અંતે જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો

અને 8.42 લાખ રૂપિયા આઇસર ટેમ્પો અને બિસ્કિટની ચોરી નો ગુનો નોંધી જીઆઇડીસી પોલીસે વધુ તપાસ આરંભી હતી. પોલીસે હાલ કોસમડી ખાતે આવેલ સંસ્કાર ધામ સોસાયટીમાં રહેતા કિશોર નારાયણ બૈસાને અને મુકેશ કિશોર બૈસાને પિતા -પુત્રની ધરપકડ કરી હતી અને હાલ કોવીડ ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા. પોલીસ દ્વારા આ ચોરી માં અન્ય કોણ ઈસમ સંડોવાયેલ છે. તે અંગે પણ પૂછપરછ નો દોર શરુ કર્યો હતો.

Tags:    

Similar News