અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલ-એશિયન પેઇન્ટ કંપનીના સંયુક્ત ઉપક્રમે દહેલી ગામે યોજાયો સર્વરોગ નિદાન કેમ્પ

કેમ્પ દરમ્યાન વાલિયા તાલુકાના પથ્થરિયા, રાજપરા અને જબુગામ સહિત આસપાસના ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો

Update: 2023-10-01 11:01 GMT

વાલિયાના દહેલી ગામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

જયાબેન મોદી હોસ્પિટલ-એશિયન પેઇન્ટ કંપનીનો સહયોગ

મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ નિઃશુલ્ક સેવાનો લાભ લીધો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ તેમજ એશિયન પેઇન્ટ કંપનીના સહયોગથી વાલિયા તાલુકાના દહેલી ગામ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ તેમજ એશિયન પેઇન્ટ કંપનીના સહયોગથી આજરોજ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના દહેલી ગામે આવેલ શારદા વિદ્યામંદિર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,

ત્યારે આ કેમ્પ દરમ્યાન વાલિયા તાલુકાના પથ્થરિયા, રાજપરા અને જબુગામ સહિત આસપાસના ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નિઃશુલ્ક સારવારનો લાભ લીધો હતો. આ પ્રસંગે જીલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્ય લતીફ કડીવાલા, એશિયન પેઇન્ટ કંપનીના બ્રિજેશ શાહ તેમજ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના નિષ્ણાંત તબીબો, નર્સિંગ સ્ટાફગણ તેમજ શારદા વિદ્યામંદિર શાળાનો સ્ટાફ ઉપસ્થિત્ત રહ્યો હતો.

Tags:    

Similar News