અંકલેશ્વર : વાયુ પ્રદૂષણને નાથવા ઔદ્યોગિક મંડળનો અનોખો પ્રયાસ, રોડ ડસ્ટિંગ અને વૃક્ષ પર જામેલી ધૂળને મશીન વડે દૂર કરાય

વાયુ પ્રદૂષણને નાથવા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ અંકલેશ્વર નોટિફાઇડ એરિયા દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

Update: 2023-11-10 10:16 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને નાથવા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ અંકલેશ્વર નોટિફાઇડ એરિયા દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

વાયુ પ્રદૂષણ એટલે સાદી ભાષામાં આપણી આસપાસની હવામાં હાનિકારક તત્વોની હાજરી અથવા તો એમ કહી શકાય કે, આપણી આસપાસની હવાનું પ્રદૂષણ. હવાનું પ્રદૂષણ કુદરતી અને માનવસર્જીત પણ હોઈ શકે છે. વાયુ પ્રદૂષણ ફેલાવવામાં માનવસર્જીત પ્રવૃતિઓ જેવી કે, જ્વલન, બાંધકામ, ખાણકામ, કૃષિ અને યુદ્ધનો પણ મહત્વનો ફાળો છે. વાહનો દ્વારા થતાં ઇંધણના દહનના કારણે મહત્તમ વાયુ પ્રદૂષણ ફેલાય છે. વાતાવરણમાં કેટલાંક રસાયણો અને ચોક્કસ પ્રદાર્થોની હાજરીને વાયુ પ્રદૂષણ ગણાવી શકાય છે, ત્યારે છેલ્લા એક અઠવાડીયાથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં વધી રહેલા વાયુ પ્રદર્શનને નાથવા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ અંકલેશ્વર નોટિફાઇડ એરિયા દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં જે તે કંપનીઓમાં સર્વે કરી સર્ક્યુલેશન થકી વાયુ પ્રદૂષણ ફેલાવતા ઉપકરણોનું સમારકામ કરવા જાણ કરાય છે. આ સાથે જ રોડ પર થતાં ડસ્ટિંગને પણ એકત્ર કરવા વિશેષ મશીન મારફતે કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત વૃક્ષ ઉપર જામેલી ધૂળને પણ વોટર ફોગિંગ મશીનની મદદથી દૂર કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં જાહેરમાં લાકડા, પ્લાસ્ટિક તેમજ કચરો નહીં સળગાવા લોકોને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના જોઇન્ટ સેક્રેટરી દ્વારા અપીલ કરવામાં આવી છે.

Tags:    

Similar News