અંકલેશ્વર : સુરવાડીની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે નવા દીવા ગામના બુટલેગરની પોલીસે કરી ધરપકડ

Update: 2023-07-10 11:48 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડીવીઝન પોલીસે સુરવાડી ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે નવા દીવા ગામના બુટલેગરને રૂપિયા 42 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેર એ’ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, નવા દીવા ગામના સ્કુલ ફળિયામાં રહેતો બુટલેગર સુરવાડી ગામની સીમમાંથી મોપેડ નંબર જીજે-૧૬-સીપી-૧૦૫૯ ઉપર વિદેશી દારૂનો જથ્થો લઇ નવા દીવા ગામ તરફ આવી રહ્યો છે.

જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે વેળા બાતમીવાળો ઇસમ આવતા પોલીસે તેને અટકાવી મોપેડની તપાસ કરતા વિદેશી દારૂની ૧૩૨ નંગ બોટલ મળી આવી હતી. પોલીસે ૧૨ હજારનો દારૂ અને મોપેડ મળી કુલ 42 હજારથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News