અંકલેશ્વર : દેશી તમંચો તથા જીવતા કારતુસ સાથે પરપ્રાંતીય ઈસમની ધરપકડ, પોલીસ તપાસ શરૂ...

GIDC પોલીસે સારંગપુરની મારુતિધામ-2 સોસાયટીમાંથી દેશી તમંચો તથા એક જીવતા કારતુસ સાથે પરપ્રાંતીય ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Update: 2024-03-27 07:54 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC પોલીસે સારંગપુરની મારુતિધામ-2 સોસાયટીમાંથી દેશી તમંચો તથા એક જીવતા કારતુસ સાથે પરપ્રાંતીય ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા/શોધી કાઢવા તેમજ ગેરકાયદેસર હથિયારો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા માટે આપવામાં આવેલી સૂચનાના અનુસંધાને અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક ડો. કુશલ ઓઝાના માર્ગદર્શન મુજબ અંકલેશ્વર GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન.સગરની આગેવાની હેઠળ અંકલેશ્વર GIDC પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, સારંગપુરની મારુતિધામ-2 સોસાયટીના પ્લોટ નં. 183ના રૂમ નં. 1માં રહેતા ગૌરવકુમાર સુરેશ મંડલ નામના ઇસમે પોતાના ઘરમાં જીવતા કારતુસ સાથે દેશી હાથ બનાવટનો તમંચો પોતાના અંગત અદાવતના કારણે સંતાડીને રાખ્યો છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા રૂમમાં અભરાઈ ઉપર પરચુરણ સામાનની પાછળ સંતાડેલ લાલ કલરના ગમછામાં વીંટાળેલ દેશી હાથ બનાવટનો તમંચો, જે જોતા લોડેડ હાલતમાં હોય અને તેનું બેરલ ખોલતા ચેમ્બરમાં એક જીવતો કારતુસ હોય જેને સહી સલામત બહાર કાઢી દેશી હાથ બનાવટનો એક તમંચો જેની કિંમત રૂ. 10 હજાર અને 100 રૂપિયાનો એક જીવતો કારતુસ મળી આવ્યો હતો. આ સાથે જ ગૌરવ મંડલની અંગઝડતીમાંથી મોબાઈલ અને આધાર કાર્ડ મળી કુલ 15,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અંકલેશ્વર GIDC પોલીસે મૂળ બિહારના ભાગલપુરના કમરગંજના રહેવાસી પરપ્રાંતીય ઈસમ ગૌરવકુમાર મંડલની ધી આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News