અંકલેશ્વર: માટીએડ ગામે બનેવીએ સાળા પર છરી વડે કર્યો હુમલો,પોલીસે કરી ધરપકડ

તાલુકાના માટીએડ ગામની વાણીયા ચોકડી નજીક રૂપિયા મુદ્દે બનેવીએ સાળાને ચપ્પુ વડે હુમલો કરનાર બનેવીને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Update: 2022-08-30 07:07 GMT

અંકલેશ્વર તાલુકાના માટીએડ ગામની વાણીયા ચોકડી નજીક રૂપિયા મુદ્દે બનેવીએ સાળાને ચપ્પુ વડે હુમલો કરનાર બનેવીને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ગત તારીખ-૨૭મી ઓગસ્ટના રોજ અંકલેશ્વર તાલુકાના માટીએડ ગામના માંડવા ફળિયામાં રહેતા વિનોદ રમેશ વસાવા મહાદેવ મંદિરે ભંડારા જમવા ગયા હતા તેઓ ત્યાંથી પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન ગામની વાણીયા ચોકડી નજીક બનેવી ગણપત કાલિદાસ વસાવા મળતા તેની પાસે મજૂરીના રૂપિયાની માંગણી કરી હતી તે વેળા ઉશ્કેરાયેલા બનેવીએ અપશબ્દો ઉચ્ચારી પોતાના પાસે રહેલ ચપ્પુ વડે સાળા હુમલો કર્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી ગણતરીના દિવસમાં હુમલાખોર બનેવીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News