અંકલેશ્વર : ભાજપનું કાર્યકર્તા સંમેલન યોજાયું, ભરૂચ લોકસભા બેઠકના ઉમેદરવાર મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર શહેરના શારદા ભવન ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા અંકલેશ્વર વિધાનસભા બેઠક અંતર્ગત કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2024-03-16 12:21 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના શારદા ભવન ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા અંકલેશ્વર વિધાનસભા બેઠક અંતર્ગત કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી 2024ની તારીખોનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર તા. 7મી મેના રોજ મતદાન થશે, અને તા. 4 જૂનના રોજ મતગણતરી થશે. તેવામાં તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોને મેદાને ઉતારી દીધા છે. ભાજપ-કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોએ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના શારદા ભવન ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા અંકલેશ્વર વિધાનસભા બેઠક અંતર્ગત કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 22-ભરૂચ લોકસભા બેઠકના ઉમેદરવાર મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ, જિલ્લા મહામંત્રી વિનોદ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભરૂચ લોકસભા બેઠકના ઉમેદરવાર મનસુખ વસાવાએ જણાવ્યુ હતું કે, ભાજપ ફરી ક્લીન સ્વીપ કરીને જીતની હેટ્રિક મારશે. આ સાથે PM મોદીની ગેરંટીવાળી સરકાર દ્વારા વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખી વધુમાં વધુ લોકો ભાજપની તરફેણમાં મત આપે તે માટે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ ભરૂચ જિલ્લાના ખેડૂતોની જમીન સંપાદનના પ્રશ્ન અંગે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે, જેમાં ખેડૂતો માટે સુખદ નિરાકરણ લાવવા તેઓ દ્વારા પ્રયાસ યથાવત રાખવામાં આવ્યા હોવાનું પણ મનસુખ વસાવાએ જણાવ્યુ હતું.

Tags:    

Similar News