અંકલેશ્વર : સુરવાડી પ્રાથમિક શાળામાં યોજાયું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન, પર્યાવરણ-પ્રકૃતિને લગતી કૃતિઓ રજૂ કરાય...

સુરવાડી પ્રાથમિક શાળા ખાતે GCERT ગાંધીનગર પ્રેરિત તેમજ શિક્ષણ તાલીમ ભવન આયોજિત જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2023-10-11 11:56 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલ સુરવાડી પ્રાથમિક શાળા ખાતે GCERT ગાંધીનગર પ્રેરિત તેમજ શિક્ષણ તાલીમ ભવન આયોજિત જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

GCERT ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોગના સહયોગથી ક્લસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અંકલેશ્વર તાલુકામાં આવેલ સુરવાડી પ્રાથમિક શાળા ખાતે યોજાયું હતું. બાળ વૈજ્ઞાનિકો સૌથી વધુ ઉભરી બહાર આવે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પિરામણ પ્રાથમિક શાળા, કાપોદ્રા પ્રાથમિક શાળા, સરદાર પટેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા પર્યાવરણ તેમજ પ્રકૃતિને લગતી પ્રેરિત કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સૌથી વધુ પર્યાવરણ ઉપર ભાર મુકવા માટેની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે રોટરી ક્લબ અંકલેશ્વરના પ્રમુખ ઘનશ્યામ ગજેરા, BRC કો-ઓર્ડીનેટર વિજય પટેલ, સ્ટાર સુરવાડી સ્કૂલના આચાર્યા હેમલતા પટેલ, CRC કો-ઓર્ડીનેટર જયેશ પ્રજાપતિ, રાજુ પ્રજાપતિ, યોગેશ મહેતા, અંજના પટેલ સહિત મોટી સંખ્યામાં બાળ વૈજ્ઞાનિકો તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યો હતો.

Tags:    

Similar News