અંકલેશ્વર : ઈંધણ સંરક્ષણ હેઠળ જોગર્સ પાર્ક ખાતે યોજાય સાયક્લોથોન, મોટી સંખ્યામાં સાયકલિસ્ટોએ ભાગ લીધો...

પેટ્રોલિયમ સંરક્ષણ હેઠળ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2023-05-08 13:03 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત જોગર્સ પાર્ક ખાતે પેટ્રોલિયમ સંરક્ષણ હેઠળ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શહેરભરમાંથી સાયકલિસ્ટો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત જોગર્સ પાર્ક ખાતે આજરોજ પેટ્રોલિયમ સંરક્ષણ હેઠળ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં 200થી વધુ સાયકલિસ્ટો જેમાં બાળકોથી લઇ વૃદ્ધો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Delete Edit

આ રેલીના પ્રમુખ આયોજક ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સેલ્સ મેનેજર પ્રતિક ગૌર, સિનિયર એંજિનિયરિંગના હેડ રોહિતભાઈ, સહ આયોજક શ્રી વિધ્નેશ્વરી પેટ્રોલિયમના સુમિત પાંડે અને અનુરાગ પાંડેએ રેલીને પ્રસ્થાન કરાવી હતી. શ્રી વિધ્નેશ્વરી પેટ્રોલિયમના સુમિત પાંડેએ વિશિષ્ટ સાઇકલીંગના ફાયદા અંગે વાત કરતા જણાવ્યુ હતું કે, આપણી તંદુરસ્તીની જાળવણી માટે સાઇકલીંગ એ શ્રેષ્ઠ એક્સર્સાઇઝ છે, તેમજ સાઇકલીંગથી પેટ્રોલનો ઓછો ઉપયોગ થાય છે, અને હવા પ્રદૂષણ પણ ઓછુ થાય છે.

Tags:    

Similar News