અંકલેશ્વર : બાળકોને મોબાઈલના એડિક્શનથી દૂર કરવા ગાર્ડન સીટી ખાતે યોજાય “ગલી ક્રિકેટ ટુર્નામેન્ટ”

ગાર્ડન સીટી ટાઉનશિપ ખાતે ગાર્ડન સીટી ગણેશ યુવા ગ્રુપ દ્વારા 2 દિવસીય ગલી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતું.

Update: 2024-01-28 10:33 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગાર્ડન સીટી ટાઉનશિપ ખાતે ગાર્ડન સીટી ગણેશ યુવા ગ્રુપ દ્વારા 2 દિવસીય ગલી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતું.

રમતગમતના માધ્યમથી બાળકોમાં ખેલદિલીની ભાવના પ્રગટે, બાળકોમાં રહેલું ખેલ કૌશલ્ય ઉજાગર થાય તેમજ બાળકોમાં રહેલી પ્રતિભા બહાર લાવવા સહિત બાળકો નવા મિત્રો બનાવે આ સાથે જ મોબાઈલના એડિક્શનથી બાળકોને દૂર કરવાના શુભ આશયથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગાર્ડન સીટી ટાઉનશિપ ખાતે ગાર્ડન સીટી ગણેશ યુવા ગ્રુપ દ્વારા ગલી ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તા. 26 જાન્યુ. અને તા. 28 જાન્યુ. એમ 2 દિવસ આયોજિત ગલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં અલગ અલગ 20 જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં પોતાની ઉત્કૃષ્ઠ ખેલ પ્રતિભા બતાવનાર તમામ ખેલાડીઓને વિશેષ ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગાર્ડન સીટી ટાઉનશિપ ખાતે આયોજિત ગલી ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા ગાર્ડન સીટી ગણેશ યુવા ગ્રુપના સક્રિય સભ્યોએ ભારે જહેમત ઉપાડી હતી.

Tags:    

Similar News