અંકલેશ્વર : હાઇવે પર હોટલના પાર્કિંગમાંથી 11 ટન શંકાસ્પદ કેમિકલના જથ્થા સાથે અમદાવાદના ટેન્કર ચાલકની અટકાયત...

Update: 2023-07-20 10:58 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે ઉપર આવેલ સહયોગ હોટલના પાર્કિંગમાંથી 11 ટન શંકાસ્પદ કેમિકલ મળી કુલ રૂ. 5 લાખના મુદ્દામાલ સાથે અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે કેમિકલ માફિયાઓ માટે સેફ ઝોન બન્યો હોય તેવું ફલિત થઈ રહ્યું છે. તેવામાં અંકલેશ્વર હાઇવેને અડીને આવેલ હોટલોના પાર્કિંગમાં કેમિકલ સહીત ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વો વાહનોમાં કેમિકલ વેસ્ટ, કેમિકલ અને અન્ય શંકાસ્પદ વસ્તુઓ ટેન્કરોમાં લાવી પાર્ક કરતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે, ત્યારે થોડા દિવસો પહેલા અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપરથી કેમિકલ વેસ્ટ ભરેલ ટેન્કર સાથે ચાલક ઝડપાયો હતો. 

જે બાદ અન્ય 3 ઈસમો સામે ગુન્હો નોંધાયો હતો, ત્યારે અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસ સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, નેશનલ હાઇવે ઉપર આવેલ સહયોગ હોટલના પાર્કિંગમાં ઉભેલ ટેન્કર નંબર GJ-06-AX-3969માં શંકાસ્પદ કેમિકલનો જથ્થો છે, જેવી બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. 

પોલીસે સ્થળ પરથી કથ્થઈ કલરનું તીવ્ર દુર્ગધવાળું 11 ટન શંકાસ્પદ કેમિકલ અને ટેન્કર મળી કુલ રૂ. 5 લાખના મુદ્દામાલ સાથે અમદાવાદના શાસ્ત્રી નગરમાં રહેતા ટેન્કર ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News