અંકલેશ્વર : ત્રણ રસ્તા સર્કલ નજીક સુપર કોમ્પ્લેક્સની ગેલેરીનો ભાગ ધરાશાયી થતાં ભાગદોડ મચી...

શહેરના ત્રણ રસ્તા સર્કલ પર બ્રિજ નગર નજીક આવેલ સુપર કોમ્પ્લેક્સની ગેલેરીનો ભાગ અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી જવા પામી હતી.

Update: 2024-03-01 12:45 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ પર બ્રિજ નગર નજીક આવેલ સુપર કોમ્પ્લેક્સની ગેલેરીનો ભાગ અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ પર બ્રિજ નગર નજીક આવેલ સુપર કોમ્પ્લેક્સની ગેલેરીનો ભાગ બપોરના સમયે અચાનક ધરાશાયી થયો હતો. કોમ્પ્લેક્સની ગેલેરીનો ત્રીજા માળે રહેલો કેટલોક ભાગ ધરાશાયી થતાં જ આસપાસના લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. તો બીજી તરફ, આ ઘટનામાં સુપર કોમ્પ્લેક્સ શોપિંગની નીચે આવેલ કેટલીક દુકાનોને પણ નુકશાન પહોંચવા પામ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દિવસ દરમ્યાન ઈમારત નજીક મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે. પરંતુ બપોરનો સમય અને લોકોની અવરજવર ઓછી હોવાથી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી. જોકે, અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સમયાંતરે શહેરની જર્જરિત ઇમારતોને વહેલી તકે ઉતારી લેવા તેમજ આવી ઇમારતોના સમારકામ માટે જે તે મિલકત ધારકોને નોટિસ પાઠવી સૂચનાઓ પણ આપવામાં આવે છે. પરંતુ જર્જરિત ઇમારતો જ્યારે પણ ધારાશાયી થાય છે, ત્યારે અંકલેશ્વર પાલિકા દ્વારા કરવામાં આવતી આ કામગીરી માત્ર સંતોષ માનવા માટે થતી હોવાનો તેમજ પાલિકાની બેદરકારીભરી કામગીરીના કારણે આ પ્રકારની દુર્ઘટના સર્જાતી હોવાનો પણ એક તરફ આક્ષેપ થઈ રહ્યો છે.

Tags:    

Similar News