અંકલેશ્વર: બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની પાસે જુગાર રમતા 10 જુગારીઓની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની પાસેથી જુગાર રમતા 10 જુગારીઓને ઝડપી પાડ્યા હતા

Update: 2023-08-13 10:40 GMT

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની પાસેથી જુગાર રમતા 10 જુગારીઓને ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક સ્ટાફ દરમિયાન પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઇડીસી ની બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની બાજુમાં જુગારધામ ચાલી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા 20 હજાર અને નવ મોબાઈલ મળી કુલ 72 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને યોગી એસ્ટટ પાસે રહેતો જુગારી અજિતકુમાર ઓમકારસિંહ યાદવ,જીતેન્દ્ર ગૌતમ,ગોપાલકુમાર યાદવ સહિત 10 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.

Tags:    

Similar News