અંકલેશ્વર : માંડવા ગામે વસાવા ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે કરી બુટલેગરની અટકાયત...

અંકલેશ્વરના માંડવા ગામના વસાવા ફળિયામાંથી ભરૂચ LCB પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.

Update: 2023-08-19 12:09 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના માંડવા ગામના વસાવા ફળિયામાંથી ભરૂચ LCB પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ભરૂચ LCB પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, અંકલેશ્વરના માંડવા ગામના વસાવા ફળિયામાં રહેતા બુટલેગર પોતાના મકાનમાં વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે બાતમીવાળા સ્થળે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 23 નંગ બોટલ મળી બુટલેગરને ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News