અંકલેશ્વર: પાનોલી ખાતે પ્રોલાઈફ ગ્રુપના નવા કોર્પોરેટ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરાયું, ઉમરવાડા ગામે પાણીની પરબનું લોકાર્પણ

આ કોર્પોરેટ બિલ્ડીંગમાં લેબ,મિટિંગરૂમ,વિડીયો કોન્ફરન્સ રૂમ, સ્ટાફ ચેમ્બર અને કેન્ટીન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી

Update: 2024-03-09 14:17 GMT

અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં પ્રોલાઈફ ગ્રુપની નવી અદ્યતન ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ સાથે જ સામાજિક જવાબદારીના ભાગરૂપે ઉમરવાડા ગામમાં નિર્માણ પામેલ પાણીની પરબનું પણ લોકાર્પણ કરાયુ હતું. સમાજના છેવાડાના માનવી સુધી સેવાનો ભાવ પહોંચાડવા પ્રોલાઈફ ગ્રુપ કાર્યરત છે. આ ગ્રુપના આદ્યસ્થાપક સ્વ.એમ.એસ.જોલીના આજરોજ જન્મદિવસ નિમિત્તે વધુ એક પ્રકલ્પને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

ટેકનોલોજીના જમાનામાં કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય અને દરેક સુવિધા મળી રહે એવા ઉમદા હેતુથી પાનોલી ઔદ્યોગિક વસાહતમાં પ્રોલાઈફ ગ્રુપના નવા કોર્પોરેટ બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું રીબીન કટિંગ અને તકતી અનાવરણ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે યોજાયેલ ઉદ્ધઘાટન સમારોહનો દીપપ્રાગટય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમા ઉપસ્થિત આગેવાનોએ ગ્રુપના આદ્યસ્થાપક સ્વ.એમ.એસ.જોલીએ કરેલા કર્યો તેમજ તેમની સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા અને કેક કટિંગ કરી તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી.આ કોર્પોરેટ બિલ્ડીંગમાં લેબ,મિટિંગરૂમ,વિડીયો કોન્ફરન્સ રૂમ, સ્ટાફ ચેમ્બર અને કેન્ટીન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

પ્રોલાઈફ ગ્રુપ હંમેશા સેવાકાર્ય કરવા માટે જાણીતું છે, ત્યારે આજના વિશેષ દિવસે અંકલેશ્વરના ઉમરવાડા ગામમાં નિર્માણ પામેલ પાણીની પરબનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગામમાં વધુ 5 નવી પરબ પણ નિર્માણ પામી છે. સામાજિક જવાબદારીના ભાગરૂપે પ્રોલાઈફ ગ્રુપ દ્વારા ગામમાં પાણીની પરબનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે જાપાનની ચુકાન બુત્સુ કંપનીના હીરોકી કડોટા, મ્યુરાસન, અસરસન, યુ.એસ.એ.ના ઝેલકો ડઝાઝીક, પ્રોલાઈફ ગ્રુપના એમ.ડી.કરણસિંગ જોલી, સાક્ષી જોલી, બલવંત કૌર જોલી, અનુરીત કૌર જોલી, ડો. હરપ્રિતસિંગ જોલી, સિદ્ધાર્થ રઘુવંશી, યુસ્કા જોલી, પ્રેરણા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સંદીપ વિઠલાણી, કેમ્પરો કંપનીના અરૂણ સહેગલ, આરતી ઈન્ડસ્ટીઝના ભાવેશ મહેતા, પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી.એસ.પટેલ, પ્રજ્ઞા ગ્રુપના મહેશ પટેલ, ચેનલ નર્મદાના ડિરેકટર નરેશ ઠક્કર સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે પ્રોલાઈફ ગ્રુપના એમ.ડી.કરણસિંગ જોલીએ પ્રાસંગિક ઉદબોધનમાં પ્રોલાઈફ ઇન્ડસ્ટ્રીઝનો ચિતાર રજૂ કર્યો હતો.

Tags:    

Similar News