અંકલેશ્વર : રનર્સ ગૃપને ટી-શર્ટની ભેટ અપાઇ, લેક ગાર્ડન ખાતે યોજાયો કાર્યક્રમ

અંકલેશ્વરમાં રનિંગ તેમજ સાયકલીંગની પ્રવૃતિને વેગ આપવા માટે રનર્સ ગૃપ બનાવવામાં આવ્યું છે.

Update: 2021-11-14 09:53 GMT

શિયાળાની શરૂઆત થતાંની સાથે હવે વહેલી સવારે જોગિંગ તથા સાયકલીંગ કરવા આવતાં લોકોની સંખ્યામાં ધીમે ધીમે વધારો થઇ રહયો છે. અંકલેશ્વરમાં રનિંગ તેમજ સાયકલીંગની પ્રવૃતિને વેગ આપવા માટે રનર્સ ગૃપ બનાવવામાં આવ્યું છે. આ ગૃપના સભ્યોને પ્રોત્સાહન મળે તે માટે સુર્યા ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ તરફથી ટી-શર્ટની ભેટ આપવામાં આવી છે. અંકલેશ્વરના લેક ગાર્ડન ખાતે આયોજીત કાર્યક્રમમાં કંપનીના એમડી યશ જોષી, રનર્સ ગૃપના અગ્રણી નિલેશ ચૌહાણ તેમજ અન્ય સભ્યો હાજર રહયાં હતાં. તેમણે કંપની તરફથી મળેલા સહયોગને બિરદાવ્યો હતો.

Tags:    

Similar News