અંકલેશ્વર : 3 પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલ રૂ. 30.42 લાખના દારૂના જથ્થા પર ફરી વળ્યું પોલીસનું રોડ રોલર...

છેલ્લા 6 મહિનામાં ઝડપાયેલા 47 પ્રોહીબિશન કેસમાં પકડાયેલા રૂ. 30.42 લાખના દારૂના જથ્થા પર પોલીસ દ્વારા રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.

Update: 2023-09-01 10:51 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ડિવિઝનના 3 પોલીસ મથક વિસ્તારમાં છેલ્લા 6 મહિનામાં ઝડપાયેલા 47 પ્રોહીબિશન કેસમાં પકડાયેલા રૂ. 30.42 લાખના દારૂના જથ્થા પર પોલીસ દ્વારા રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.

અંકલેશ્વરની કડકીયા કોલેજ નજીક અંકલેશ્વર ડિવિઝનના 3 પોલીસ મથક વિસ્તારમાં છેલ્લા 6 મહિનામાં ઝડપાયેલા 47 પ્રોહીબિશન હેઠળ રૂ. 30.42 લાખના દારૂના જથ્થા પર પોલીસ દ્વારા રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર ડિવિઝનના જીઆઈડીસી પોલીસ મથક અને તાલુકા પોલીસ મથક અને બી’ ડિવિઝન પોલીસ મથકમાં છેલ્લા 6 માહિનામાં 47 પ્રોહિબિશનના કેસ હેઠળ 24,711 વિદેશી દારૂની બોટલો ઝડપાઇ હતી. આ ઝડપાયેલ દારૂના નાશ માટે વડોદરા ઇન્ચાર્જ રેન્જ આઈજી આર.વી.અસારી, ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ સૂચના આપતા નાયબ પોલીસ વડા ચિરાગ દેસાઇ દ્વારા વિદેશી દારૂના જથ્થાના નાશ માટે કોર્ટમાંથી મંજૂરી મેળવાઇ હતી. અંકલેશ્વર ઇન્ચાર્જ પ્રાંત અધિકારી દિપક બારિયાને રિપોર્ટ કર્યા બાદ આજરોજ અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઇ અને મામલતદાર કિરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓની હાજરીમાં રૂ. 30.42 લાખના વિદેશી દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.

Tags:    

Similar News