અંકલેશ્વર : ગુરુવંદના સહિત શિક્ષકોનું સન્માન કરી પબ્લિક સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરાય...

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિનની વર્ષોથી શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે

Update: 2023-09-05 10:11 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલી અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં આજે તા. 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિનની વર્ષોથી શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષક દિન નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો ઉપરાંત જાણીતા શીક્ષણવીદ અને વીર નર્મદ યુનિવર્સિટીના એજ્યુકેશન વીભાગના પૂર્વ ડીન ડો. વીનોદ પટેલ અને અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ નાઝુ ફડવાલા ઉપસ્થિત રહ્યા હતા. ડો. વીનોદ પટેલે ઉપ્સથીત શીક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધીત કરતા જ્ણાવ્યું હતું કે, એક વિદ્યાર્થીના જીવનમાં ગુરુનું અર્થાત શિક્ષકનું શું મહત્વ છે. એ વિશે વિદ્યાર્થીઓ અને શીક્ષકોને સમજ આપી હતી, અને ગુરુનો આદર જળવાય અને તેમના દ્વારા પ્રાપ્ત શીક્ષણ થકી પોતાનું અને શીક્ષકનું નામ રોશન થાય તેવી શીખ આપી હતી. આ પ્રસંગે શાળા ટ્રસ્ટના પ્રમુખ નાઝુ ફડવાલાએ જ્ણાવ્યું હતું કે, આજના દિવસનું શિક્ષકના જીવનમાં ખાસ મહત્વ રહ્યું છે. આજે સમગ્ર દેશમાં શીક્ષક દિવસની ઉજવણી થાય છે. આ ઉજવણી શિક્ષકોએ દેશના વિકાસમાં અને સારા નાગરીક ઘડવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે શાળાના ટ્રસ્ટીઓ અને ઉપસ્થીત મહેમાન દ્વારા શીક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ શાળાના આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ ગુરુવંદના કરી હતી.

Tags:    

Similar News