અંકલેશ્વર: વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરાયું

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારને ૧ વર્ષ પૂર્ણ થતા વિકાસ યાત્રા અંતર્ગત વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું

Update: 2022-09-12 07:26 GMT

વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત અંક્લેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારમાં વિકાસલક્ષી વિવિધ કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારને ૧ વર્ષ પૂર્ણ થતા વિકાસ યાત્રા અંતર્ગત વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતુંજેના ભાગરૂપે અંકલેશ્વર શહેરમાં આવેલ શારદા ભવન ખાતે જીલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલની અધ્યક્ષતામાં વિશ્વાસથી વિકાસ યાત્રા વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ-ખાતમુહુર્તનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન અંક્લેશ્વર-હાંસોટ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોના હસ્તે સખી મંડળ,ગંગા સ્વરૂપ,આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભરત પટેલ, અંકલેશ્વર નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા, કારોબારી અધ્યક્ષ સંદિપ પટેલ,પ્રાંત અધિકારી નૈતિકા પટેલ, તાલુકા વિકાસ અધિકારી,અંકલેશ્વર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ડો.નિતેન્દ્રસિંહ દેવધરા, અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ અનિલભાઈ પટેલ,ઉપપ્રમુખ તૃપ્તિબેન જાની, હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ ગેમલસિંહ પટેલ અને આમંત્રિતો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News