અંકલેશ્વર: ખુલ્લી ગટરમાં મહિલા ખાબકી,ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાય

Update: 2024-03-25 07:52 GMT

અંકલેશ્વરના દીવા રોડનો બનાવ

ખુલ્લી ગટરમાં મહિલા ખાબકી

મહિલાને પહોંચી ઇજા

સારવાર અર્થે ખસેડાય

તંત્ર પ્રત્યે લોકોમાં રોષ

અંકલેશ્વરના દીવા રોડ પર ખુલ્લી ગટરમાં મહિલા ખાબકી હતી જેમાં તેને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ ખુલ્લી ગટરમાં મહિલા પડી જતા ઈજાગ્રસ્ત થઈ હતી. તંત્ર દ્વારા ગટર બનાવવાની કામગીરી બાદ ઢાંકણું લગાવવામાં ન આવતા રાતના અંધારામાં મહિલા ગટરમાં ખાબકી હતી.સદનસીબે કેટલાક રાહદારીઓની મહિલા પર નજર પડતા તેમણે સ્થાનિકોની મદદથી મહિલાને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મહિલાને ગટરમાં પડી જવાથી હાથ પગ અને મોઢા ઉપર ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઘટના બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યા હતા. લોકોના મિજાજને પારખી તંત્ર દ્વારા તાત્કાલિક ગટર પર ઢાંકણું લગાડવામાં આવ્યું હતું.

Tags:    

Similar News