ભરૂચ: અંકલેશ્વરના ખરોડની અંજુમન સાર્વજનિક હાઈસ્કૂલમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

અજાણી વ્યક્તિ પીછો કરે, છેડતી કરે કે હેરાનગતિ કરે વાલીઓ કે પોલીસને તાત્કાલિક જાણ કરવા સહિતની સાવચેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું

Update: 2023-09-06 10:18 GMT

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ભરૂચ જિલ્લા જન જાગૃતિ કાર્યક્રમ ઘી ખરોડ અંજુમન સાર્વજનિક હાઈસ્કૂલ ખરોડના પરિસરમાં યોજાયો હતો. જે અંતર્ગત અજાણી વ્યક્તિ પીછો કરે, છેડતી કરે કે હેરાનગતિ કરે વાલીઓ કે પોલીસને તાત્કાલિક જાણ કરવા સહિતની સાવચેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેમાં સેમિનારના અધ્યક્ષ પોલીસ ઇન્સ્પેક્ટર નયનાબેન એસ. વસાવા અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના એ. એસ. આઈ. કનકસિંહ ગઢવી તેમજ તાલુકા પંચાયત ઉપપ્રમુખ તૃપ્તિબેન જાની ઉપસ્થિત રહયા હતા અને બાળરક્ષણ તેમજ સલામતી અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

Tags:    

Similar News