ભરૂચ : ઝઘડીયા GIDCની આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 1 હજાર વૃક્ષોનું વાવેતર કરાયું...

11 એકર જગ્યા પર વિશ્વ પર્યાવરણ દિવસ 2022 નિમિત્તે 7.500 જેટલા વૃક્ષો વાવવાની પહેલ હાથ ધરાઈ છે.

Update: 2022-06-07 13:30 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા GIDCમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 1 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ સાથે જ આગામી સપ્તાહમાં 7,500 વૃક્ષોનું વાવેતર તાલુકાના અલગ અલગ સ્થળે કરવામાં આવનાર છે.

આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના ઝઘડીયા GIDCમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને GIDC દ્વારા ગ્રીન બેલ્ટ માટે ફાળવેલ 11 એકર જગ્યા પર વિશ્વ પર્યાવરણ દિવસ 2022 નિમિત્તે 7.500 જેટલા વૃક્ષો વાવવાની પહેલ હાથ ધરાઈ છે. જે અંતર્ગત આજે તારીખ 11 એકર જમીનમાં આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 1 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે એસ.ઇ.એ.સી.ના સભ્ય બિપિન ટેલર, જીપીસીબીના રવિ આચાર્ય તથા નીતિન થોલીયા, ઝઘડીયાના પી.આઈ. એસ.આર.ગાવિત, ઝઘડીયા આરએફઓ ઋષિરાજ પટેલ તથા હેમંત કુલકર્ણી, ઝઘડીયા નોટિફાઇડ એરિયા ચીફ ઓફિસર પરેશ બામણીયા તથા સ્ટાફ, જે.આઈ.એ.ના સુનિલ શારદા, નરેન્દ્ર ભટ્ટ તથા સ્ટાફ અને આરતી ઇન્ડસ્ટ્રીઝના પદાધિકારીઓ તથા કર્મચારીઓની હાજરીમાં 1 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

Tags:    

Similar News