ભરૂચ : મહિલા સન્માન બચત પ્રમાણપત્ર-2023ની જનજાગૃતિ અર્થે પોસ્ટલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય...

ભારત સરકારની નવી યોજના "મહિલા સન્માન બચત પ્રમાણપત્ર-2023"ની જનજાગૃતિ અર્થે પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2023-04-09 11:20 GMT

ભારત સરકારની નવી યોજના "મહિલા સન્માન બચત પ્રમાણપત્ર-2023"ની જનજાગૃતિ અર્થે પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના GNFCના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ ડિવિઝનના પોસ્ટ સુપ્રિટેનડન્ટ એસ.વી.પરમારના માર્ગદર્શન હેઠળ ભારત સરકારની નવી યોજના "મહિલા સન્માન બચત પ્રમાણપત્ર-2023"ને ભરૂચ અને નર્મદા જિલ્લાના નાગરિકોમાં લોકપ્રિય બનાવવા માટે, ભરૂચ પોસ્ટલ વિભાગના વહીવટી તંત્ર દ્વારા પોસ્ટલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના પોસ્ટ કર્મચારીઓની 6 ટીમો વચ્ચે ક્રિકેટ જંગ જામ્યો હતો. પોસ્ટ સુપ્રિટેન્ડેન્ટ એસ.વી.પરમારે આયોજનનો હેતુ સ્પષ્ટ કરવા સાથે “મહિલા સન્માન બચત પ્રમાણપત્ર-2023” યોજનામાં પોસ્ટ વિભાગના કર્મચારીઓ પણ પોતાની પત્ની, માતા તેમજ પુત્રીના નામે આ યોજનામાં રોકાણ કર્યું હોવાનું જણાવી લોકોને પણ આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

Tags:    

Similar News