ભરૂચ: ઝઘડિયાના ચંદેરીયા ખાતે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરાશે

ઝઘડિયા તાલુકાના ચંદેરીયા ગામે વાઈટ હાઉસ ખાતે આગામી ૧૫મી નવેમ્બરના રોજ બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.

Update: 2021-11-12 13:03 GMT

ઝઘડિયા તાલુકાના ચંદેરીયા ગામે વાઈટ હાઉસ ખાતે આગામી ૧૫મી નવેમ્બરના રોજ ધારાસભ્ય છોટુ વસાવાના હસ્તે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે ઝઘડિયા તાલુકાના ચંદેરીયા ગામે વાઈટ હાઉસ ખાતે આગામી ૧૫મી નવેમ્બરના રોજ બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.ધારાસભ્ય છોટુ વસાવા દ્વારા બિરસા મુંડાની જન્મ જયંતી ૧૫મી નવેમ્બરના રોજ ઉજવણી કરી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરાશે. આ અંગેની માહિતી આપવા આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી જેમાં ધારાસભ્ય છોટુ વસાવાએ સંબોધન કર્યું હતું. આ સાથે જ તેઓએ વિવિધ પ્રશ્ને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા.

જેમાં તેઓએ જણાવ્યુ હતું કે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ગૌચરની જમીનો પર ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે અને ગાયોના તેમજ પશુઓ માટે ચરવા માટે જમીનો નથી રહી જેથી ગુજરાતના નવા મુખ્યમંત્રી દ્વારા ગૌચરની જમીનો ખાલી કરાવવામાં આવે તેમજ આ વિસ્તારમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે તેઓ પર કાર્યવાહી કરવામાં આવે એવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી હતી

Tags:    

Similar News