ભરૂચ: મતદાન જાગૃતિ અર્થે દુકાનદારોની અનોખી પહેલ, ગ્રાહકોને આપશે 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

વેપારીઓ દુકાનદારો તેમજ હોટલોના માલિક સાથે મતદાન જાગૃતિ અંતર્ગત લોકશાહીને મજબૂત બનાવવા અનોખી પહેલ કરવામાં આવી હતી.

Update: 2024-04-25 04:35 GMT

ભરૂચ શહેરના વેપારીઓ દુકાનદારો તેમજ હોટલોના માલિક સાથે મતદાન જાગૃતિ અંતર્ગત લોકશાહીને મજબૂત બનાવવા અનોખી પહેલ કરવામાં આવી હતી.

લોકશાહીનો અવસર ખરેખર મહાઉત્સવ બનવા જઈ રહ્યો હોય તેમ અનેક સંસ્થાઓ દુકાનદારો અને રેસ્ટોરાન્ટ દ્નારા મતદાતાઓને ખાસ ડિસ્કાઉન્ટ આપવા લોકોને મતદાન માટે પ્રેરણા આપી રહ્યા છે. મતદાન જાગૃતિ અંતર્ગત મતદાતાઓને છૂટ આપવાની પહેલ દર્શાવી લોકશાહીને મજબૂત બનાવવા મતદાતાઓ આગળ આવે તે માટે ભરૂચ નગરપાલિકા ખાતે ભરૂચ શહેરના વેપારીઓ દુકાનદારો તેમજ હોટલોના માલિક સાથે મતદાન જાગૃતિ અંતર્ગત મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ શહેરના મોટી સંખ્યામાં વેપારીઓ, હોટલ માલિકો પણ જોડાયા હતા. અવસર અન્વયે સાત ટકા ડિસ્કાઉન્ટ આપવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં ચૂંટણી અર્તગત ૭ થી ૧૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્નારા તાલુકા કક્ષાએ પણ વિવિધ એસોસિએશન સાથે બેઠકો કરી મતદાતાઓને પ્રોત્સાહન આપવા માટે શક્ય તેટલા લોકો આ પ્રકારે વળતર આપે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Tags:    

Similar News